<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરીને મેળવી શકે છે લેપટોપ : જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

જાણો આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટની જરૂર પડશે

અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા તમામ વર્ગના લોકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તેમાંથી જ એક યોજના છે લેપટોપ ખરીદ સહાય યોજના. આ યોજના હેતુ શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરીને લેપટોપ મેળવી શકે છે. ત્યારે આજે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવી જરૂરી છે, જાણો આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટની જરૂર પડશે

લેપટોપ ખરીદ સહાય યોજના 2024ની શરતો:

આ યોજનાનો લાભ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ લઈ શકે છે.

આ યોજના હેઠળ પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિમત મર્યાદા રૂ. 50,000 ધ્યાને લઇ તેના 50% રકમ અથવા રૂ. 25,000 આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.

લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.

વિદેશમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.

વિદ્યાર્થીએ જે વર્ષે બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરી 6 મહિનામાં અરજી કરવાની રહેશે.

વિદ્યાર્થીઓના વાલી જે કારખાના/સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષનો લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવેલ હોવો જોઈએ. તેમના બાળકો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

ઓનલાઇન અરજી કરવાના સ્ટેપ્સ

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://sanman.gujarat.gov.in/ પર જાઓ.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઓપ્શન પર ક્લિક કરો.

લેપટોપ ખરીદ સહાય યોજના શોધો.

નવા યૂઝર ઓપ્શન પર ક્લિક કરો.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લો.

અરજી અને યોજનાને અનુરૂપ ડોક્યૂમેન્ટ્સ સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરો અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.

ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો

જરૂરી ડોક્યૂમેન્ટ્સ

આધાર કાર્ડ

ઈમેલ આઈડી

મોબાઈલ નંબર

વીજ બિલ

સરનામાનો પુરાવો

પાન કાર્ડ

બેંક પાસબુક

(2:17 PM IST)