News of Saturday, 17th August 2024
રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના ૨૮ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી સન્માનિત કરાશે
પ્રાથમિક શિક્ષણ વિભાગનાં ત્રણ એચ.ટાટ (મુખ્ય શિક્ષક) અને પ્રાથમિક વિભાગના ૧૪ શિક્ષકો, માધ્યમિક શિક્ષણ વિભાગના છ શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાર આચાર્ય તેમજ એક બી.આર.સી. કોર્ડીનેટર એમ મળીને કુલ ૨૮ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી સન્માનિત કરાશે : જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવાની યોજના વર્ષ -૨૦૨૨થી અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગનાં ત્રણ એચ.ટાટ (મુખ્ય શિક્ષક) અને પ્રાથમિક વિભાગના ૧૪ શિક્ષકો, માધ્યમિક શિક્ષણ વિભાગના છ શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાર આચાર્ય તેમજ એક બી.આર.સી. કોર્ડીનેટર એમ મળીને કુલ ૨૮ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી સન્માનિત કરવામાં આવશે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ-૨૦૨૪’ માટે પસંદગી પામેલા શિક્ષકોની યાદી આ મુજબ છે.

(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
