News of Saturday, 17th August 2024
કામરેજમાં બ્રિજ પર મોપેડ મૂકીને યુવક તાપી નદીમાં કૂદી પડ્યો: ફાયર બ્રિગેડે બોટની મદદથી શોધખોળ હાથ ધરી
કામરેજના ખોલવડ ગામ નજીકથી પસાર થતી તાપી નદીમાં એક યુવકે ઝંપલાવ્યું

સુરત શહેરના કામરેજ તાલુકાના ખોલવડ ગામ નજીકથી પસાર થતી તાપી નદીમાં એક યુવકે ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવકે બ્રિજ પર પોતાનું મોપેડ મૂકીને નીચે નદીમાં કૂદી પડ્યો હતો. હાલ તો ફાયર બ્રિગેટની ટીમ દ્વારા બોટની મદદથી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે બપોરના સમયે કામરેજ તાલુકાના ખોલવડ ગામ નજીકથી પસાર થતી તાપી નદીના બ્રિજ પર એક યુવકે પોતાનું મોપેડ મૂકીને નદીમાં ઝંપલાવ્યું હતુ. આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
યુવકનું મોપેડ બ્રિજ પરથી મળી આવ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી તાપી નદીમાં પાણીનું વહેણ વધારે છે. જેથી યુવકની શોધખોળ માટે ફાયર બ્રિગેડની ટીમે બોટની મદદથી જહેમત ઉઠાવી રહ્યા છે. બીજી તરફ આ ઘટનાના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
