News of Saturday, 17th August 2024
ચેતજો : આંગણવાડી, ગાંધીનગરથી બોલું છું કહી આમલેથાના બે વ્યક્તિઓના ખાતામાંથી રૂ.27 હજારનો ફ્રોડ કર્યો
આંગણવાડી, ગાંધીનગર થી બોલું છું એમ મોબાઈલ પર વાત કરી દીકરીઓને મળતા રૂપિયા હું ગૂગલ પે કરી આપુ કહીં એક લિંક મોકલી જેને આ લોકોએ ખોલતા એકના ખાતામાંથી 18000 અને બીજાના નથી 9000 કપાઈ ગયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સમગ્ર ભારત દેશમાં સાઈબર ફ્રોડ ઘણા મોટા પ્રમાણમાં વઘ્યું છે અને આ માટે પોલીસ સતત જાગૃતિ કાર્યક્રમો પણ કરે છે છતાં ફ્રોડ કરનાર ઠગો નવા નવા પેંતરા અપનાવી સામા વાળા વ્યક્તિને લાલચ આપી રૂપિયા ખંખેરી લે છે, હાલમાં એક નવો કીમિયો આ ફ્રોડ ટોળકી એ શોધ્યો છે જેમાં ગાંધીનગર આંગણવાડી માંથી બોલું છું કહી રૂપિયા પડાવતી ટોળકી એ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામના બે વ્યક્તિઓ ને છેતરી રૂપિયા પડાવ્યા છે.
મળતી માહિતી મુજબ આમલેથા ગામમાં રહેતા વસાવા સનમભાઈ ના મોબાઈલ પર ફોન કરી હું ગાંધીનગર આંગણવાડી ઓફિસ માંથી બોલું છું એમ કહી તમારી દીકરી ને મળતી સહાય બાકી છે જે હું હમણાં ગૂગલ પે કરી આપુ એમ જણાવી એક લિંક આ ફ્રોડ વ્યક્તિ એ સનમ ભાઈ પર મોકલી અને લિંક ખોલતા જ તેમના બેંક ખાતામાંથી રૂપિયા 18000 કપાઈ ગયા હતા ત્યારબાદ તેમના ગામના જ વસાવા સંદીપભાઈના ખાતા માંથી પણ આજ રીતે રૂપિયા 9000 કપાઈ ગયા હોય આમ આમલેથા ગામના બે વ્યક્તિઓ પાસેથી આ ઠગ એ રૂપિયા 27000 નો ફ્રોડ કરતા આ બાબત ગામમાં ચર્ચા નો વિષય બની હતી. માટે આવા કોઈ ફ્રોડ કોલ આવે છે તો કોઈએ પણ ઓટીપી અથવા કોઈ માહિતી માંગે તો આપવી નહી અને આંગણવાડીમા નોધાયેલા લાભાર્થી બાળકો સગર્ભા ધાત્રીની કોઈ પણ માહિતી માંગે આપવી નહી.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
