News of Saturday, 17th August 2024
રાજપીપળા રાજેન્દ્ર વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણીમાં 700 વિદ્યાર્થીઓ એ રક્ષા બાંધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ખૂબ જ ઉત્સાહભેર રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો જેમાં લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રક્ષા બાંધી વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી અલ્પાહાર આપી લાગણીના સંબંધો ભાઈ અને બહેનના બંધાયા, સાથે સાથે શૈક્ષણિક સ્ટાફ ની બહેનો દ્વારા શાળાના તમામ શિક્ષક ભાઈઓને રક્ષા બાંધી ઉચ્ચ કોટિનું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ કરાયા. આ પ્રસંગ નિમિત્તે આચાર્ય યોગેશ વસાવા એ ઉદ્બોધન કરી રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
