News of Saturday, 17th August 2024
કોલકાત્તામાં રેપ વીથ મર્ડરની ઘટના ને લઈ રાજપીપળા સિવિલના ડોકટરોએ કાળી રીબીન કે કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો
દર્દીઓના હીત માટે રાજપીપળા સિવિલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવા ચાલુ, પણ કાળી રીબીન કે કાળા કપડાં પહેરી:ખાનગી દવાખાના અને હોસ્પિટલો સદંતર બંધ રાખી ડોકટરોએ વિરોધ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:કોલકાતામાં ટ્રેઈની મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે, આ આક્રોશને લઈ રાત્રે રાજપીપળા મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના તબીબો એ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું ત્યારબાદ શનિવારે સવારથી સિવિલ હોસ્પિટલના ડોકટરો એ કાળી રીબીન બાંધી વિરોધ નોંધાવ્યો હતો. કોલકત્તા સહિત દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
કોલકત્તામાં રેસીડેન્ટ મહિલા તબીબ સાથે બનેલ દુષ્કર્મ અને હત્યાના પડઘા ભારત ભરમાં પડ્યા છે. ત્યારે રાજપીપળામાં તબીબોની હડતાળ પર જવાન હતા પરંતુ રાત્રે નિર્યણ લીધા બાદ દર્દીઓના હીતને ધ્યાને રાખી આજે રાજપીપળા સિવિલમાં તમામ કામગીરી ચાલુ છે પરંતુ કાળી રીબીન બાંધી કામગીરી કરતા તબીબો આ રીતે વિરોધ કરી આરોપીને વહેલીતકે પકડી કડક શિક્ષા કરવા ડોકટરો માંગ કરી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ આ ઘટના બાબતે આખા ભારત દેશમાં ખાનગી દવાખાના અને હોસ્પિટલો બંધ છે જ્યારે મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે ઓપીડી અને ઇમરજન્સી ચાલુ રાખવામાં આવ્યા છે પરંતુ ડોકટરોએ કાળા કપડાં અથવા કાળી રીબીન બાંધી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં રાજપીપળા સિવિલ માં પણ ઓપીડી અને ઇમરજન્સી સેવા કાળા કપડાં કે રીબીન બાંધી ડોકટરો ની સેવા ચાલુ રહી હતી
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
