News of Saturday, 17th August 2024
વારંવારની રજૂઆતો બાદ પણ તિલકવાડા પીક અપ સ્ટેન્ડ ઉપર બસ સેવા ચાલુ નહિ કરતા રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ઘણા સમયથી એસટી બસ માટે સ્થાનિક આગેવાનો રજૂઆતો કરી રહ્યા છે અને ગુજરાત એસ.ટી વિભાગ નો હુક્મ હોવા છતાં ભરૂચ વિભાગ સિવાયના અન્ય વિભાગો દ્વારા તિલકવાડા પીક અપ સ્ટેન્ડ ઉપર બસસેવા ચાલુ કરવામાં આવી નથી
તિલકવાડાના સામાજિક કાર્યકર શૈલેષભાઇ ડબગરે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભરૂચને પત્ર લખી જણાવ્યું હતું કે તિલકવાડા પિક અપ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રહે તો મુસાફરો ને સવલત મળે, અને ત્યારબાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાંથી તેમના પર પત્ર પણ આવ્યો કે તમામ વિભાગોને જાણ કરી છે અને હવેથી બસ સેવા ચાલુ થશે, છતાં પણ ઉપરના હુકમને જાણે ઘોરી ને પી ગયેલા હોય એમ ભરૂચ વિભાગ સિવાયના કોઈપણ વિભાગ દ્વારા આ અમલ કરવામાં આવતો નથી, અને એકપણ બસ તિલકવાડા પીક અપ સ્ટેન્ડ ઉપર ઊભી રહેતી નથી માટે સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
