News of Saturday, 17th August 2024
નવા વાઘપુરા ગામે દીકરાની બે પત્નીઓને સંતાન નહિ થયાની ગામમાં વાતો કરતા ઝગડો : છરો મારી ઇજા કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ગામમાં રહેતા યુવાનને સંતાન નહિ થવા બાબતે એક વ્યક્તિ સાથે ઝગડો થતા તેણે છરો મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર સંજયભાઈ મંગાભાઈ વસાવા (રહે-નવા વાઘપુરા તા-ગરુડેશ્વર જી-નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તારીખ.૧૫/૦૮/૨૦૨૪ ના રોજ નવા વાઘપુરા ગામે મુકેશભાઈ કાંતીભાઈ વસાવા રહે.નવા વાઘપુરા નાઓએ સંજયભાઈ ના પિતાજીને કહેલ કે તમારા છોકરાની બન્ને પત્નીઓને છોકરા કેમ નથી થતાં તેવા મેણા ટોણા મારી તથા ગામમાં વાતો કરતા હોય જેથી આ બાબતે આ કામના સંજયભાઈના પિતાજી મુકેશભાઈના ઘરે કહેવા જતા પિતાજી સાથે (૧) મુકેશ ભાઈ કાંતીભાઈ વસાવા તથા (૨) યોગેશભાઈ મુકેશભાઈ વસાવા(બંને રહે.નવા વાઘપુરા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ એ ઝગડો કરી ગમે તેમ ગાળો બોલી તેમજ મુકેશ વસાવા એ પિતાજીને માથાના પાછળના ભાગે છરાના પાછળના ભાગથી મારી દઈ ઈજા પહોચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
