News of Saturday, 17th August 2024
નાદોદ તાલુકાના અકુવાડા ગામે રોડ પર દિપડો દેખાતા લોકોમાં ભય

ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના અકુવાડા અને તેના આજુબાજુ ગામોમાં દીપડા વારંવાર દેખાઈ આવે છે. ફોરેસ્ટ વિભાગને જાણ કરવા છતાં ફોરેસ્ટ વિભાગ આવા દીપડાઓને પકડાવા માટે ખાસ કોઈ કામગીરી કરતુ નથી કેમ કે થોડાક દિવસ અગાઉ જ લોઢણ ગામે દીપડાએ એક જાનવર પણ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. અને હલમાં અકુવાડા માર્ગ ઉપર દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે
સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ અમારા અકુવાડ ગામે દિપડો દેખાયો છે, અકુવાડા અને લોઢણ ગામ મળી અત્યારસુધીમાં 15 જેવા નાના મોટા જાનવરોનું દીપડાએ મારણ કર્યું છે. છતાં વન વિભાગ દ્વારા કોઈપણ સહાય આપવામાં આવી નથી અને દીપડા ને પકડવા પણ ખાસ કોઈ પગલાં લેવાયા નથી
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
