<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ગતિશીલ ગુજરાતમાં ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ

શિક્ષકો બાદ આરોગ્ય અધિકારી વિદેશમાં હોવાનું ખુલ્યું : બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ

બનાસકાંઠા: ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ થયો છે. શિક્ષકો બાદ આરોગ્ય અધિકારી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ વિદેશ જતા રહ્યા. હાર્દિક ડી સાવજ 2023 થી ફરજ પર આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.

    બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનો ખુલાસો થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતમાં સમગ્ર હકીકત સામે આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી. HSC,PHC કે સબસેન્ટરમાં કર્મચારી ગેરહાજર હોય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચન કરાયુ.

(12:24 AM IST)