News of Sunday, 18th August 2024
દેશના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિયઃ બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક વાવાઝોડાની સંભાવનાઃ હવામાન વિભાગ
ર૧ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે તેમજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

અમદાવાદ: , દેશના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાને કારણે, બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક વાવાઝોડાની સંભાવના છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. 21 ઓગસ્ટથી નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 22મી ઓગસ્ટના રોજ પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે. સાથે જ થંડર સ્ટ્રોમની વોર્નિંગ છે. દક્ષિણ બાંગલાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે. જ્યારે આગામી સમયમાં તેની મુવમેન્ટ બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ આસપાસ રહેશે. જેની લીધે ગુજરાત રિઝનમાં 21 અને 22ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
આ સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દેશના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાને કારણે, બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક વાવાઝોડાની સંભાવના છે. NCRમાં આ દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરેલ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
