News of Sunday, 18th August 2024
મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપસિંહ નિમાયા

મહેસાણા,તા.૧૮,
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ એવા કોંગ્રેસના જૂના અને સક્રિય કાર્યકર જયદીપસિંહ નારસિંહજી ડાભીને નિમણૂક આપવા અંગેની દરખાસ્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને કરી હતી. જે દરખાસ્ત તેમણે મંજૂર કરતાં પ્રદેશ સંગઠન પ્રભારી શૈલેષ પરમારે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપસિંહ ડાભીને નિમણૂક આપતાં હોદ્દેદારો અને કાર્યકરોએ વધાવી લઈ અભિનંદની વર્ષા કરી હતી
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
