News of Sunday, 18th August 2024
ગણેશોત્સવમાં મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી અપાશે
સ્થાપનાની જગ્યાએ પણ લાઉડસ્પીકરની પરમીટ જે તે પોલીસ સ્ટેશનમાંથી મળશેેઃ સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે

અમદાવાદ,તા.૧૮,
અમદાવાદ શહેરમાંઆગામી ૭ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ગણેશોત્સવની ઉજવણી થનારી છે. જેને પગલે ગણેશ સ્થાપના માટેની પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવશે.. તે સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવાની પરમીટ પણ જે તે પોલીસ સ્ટેશનમાંથી જ આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે.
ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા-સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં આવતો હોય તો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશસ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે. જે ગણેશ વિસર્જન શોભાયાત્રા એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થવાની હોય તો સરઘસ માટેની પરમીટ પોલીસ કમિશનર કચેરી, વિશેષ શાખા તરફથી આપવામાં આવશે.ગણેશ સ્થાપના તથા વિસર્જનની પરમીટ મેળવવા માટે આયોજકો જ્યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે આયોજકો તથા સાથે જે તે વિસ્તારનાં વર્ચસ્વ ધરાવતી ૧૫થી ૨૦ વ્યક્તિના નામ તથા સરનામા આપવાના રહેશે. ઉપરાંત ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તથા સરઘસના રૂટની વિગતો ફરજીયાતપણે આપવાની રહેશે.
પીઓપીની મૂર્તિ તથા કૃત્રિમ રંગોના ઉપયોગ કરવામાં આવેલ મૂર્તિઓને નદી કે તળાવમાં નિસર્જન કરવાથી પર્યાવરણને મુકશાન થાય છે અને આ મૂર્તિ ખંડિત અવસ્થામાં ઘણા સમય સુધી પડી રહેવાથી ધાર્મિક લાગણી દુભાય છે જેથી પર્યાવરણની જાળવણી માટે સહભાગી બનવા ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવા અને સ્થાપના સ્થળે જ આ માટીની મૂર્તિનું સ્થલ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવે છે, એમ વ્શેષ શાખાના ખોસ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
