News of Sunday, 18th August 2024
લોટસ શાળા લોનના હપ્તા ન ભરતા PNB બેન્ક દ્વારા સીલ કરવામાં આવી
લોટસ સ્કૂલ દ્વારા ૧.૨૫ કરોડની લોન લેવામાં આવી હતી જે લોનની સમયસર ભરપાઈ કરવામાં આવી ન હતી

અમદાવાદ,તા.૧૮,
અમદાવાદની ઇસનપુરમાં આવેલી લોટસ શાળા લોનના હપ્તા ન ભરતા PNB બેક્ન દ્વારા સીલ કરવામાં આવી છે. લોનની ભરપાઈ ન કરવામાં આવતા બેંક દ્વારા શાળાને તાળુ મારી દેવામાં આવ્યુ હતુ. અમદાવાદના ઈસનપુરમાં આવેલી લોટસ સ્કૂલ દ્વારા ૧.૨૫ કરોડની લોન લેવામાં આવી હતી. જે લોનની સમયસર ભરપાઈ કરવામાં આવી ન હતી. ત્યારે આ લોનને લઈને બેંક દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવતા છેવટે પીએનબી બેંક દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ શાળાના ટ્રસ્ટીઓને PNB દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. પરંતુ અનેક નોટિસ આપ્યા બાદ પણ લોનની ભરપાઈ ન કરતા બેંકે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે લોટસ સ્કૂલના ટ્રસ્ટે લોન ન ભરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેને લઇને વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાયા છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
