<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

સુરતના કાપોદ્રામા આવેલા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ દુર્ગંધવાળું ખરાબ પાણીની લોકો દ્વારા રાવ

સ્વિમિંગ પુલ વોટર ફિલ્ટર પ્લાન્ટનનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથીઃ SMCના અઘિકારીઓ જવાબ આપતા નથીઃ લોકોમાં ભારે રોષ

સુરતઃ શહેરના કાપોદ્રામા આવેલા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં દુષિત પાણી બાબતે લોકો રોષે ભરાયા છે. કાપોદ્રાના સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવતુ હોવાથી સ્વિમિંગ કરવા આવતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે વોટર ફિલ્ટર પ્લાન્ટનનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેના કારણે દુર્ગંધવાળું ખરાબ પાણી પુલમાં ભરવામાં આવે છે.

સુરતમાં મનપા આધારિત સ્વિમિંગ પુલમાં આવતા આસપાસના સ્થાનિકોએ સ્વિમિંગ પુલમાં ખરાબ પાણી આવે છે આ બાબતે મનપાને રજૂઆત પણ કરી છે પરંતુ SMCના અઘિકારીઓ જવાબ આપતા નથી જેના કારણે આજે લોકોએ સ્વિમિગ પુલની બહાર જઈને વિરોધ કર્યો હતો, સ્થાનિકોએ બેનર લઈ વિરોધ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા.

આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ સમસ્યા રોજની છે, કોઈ એક દિવસની નથી, દર વખતે કોર્પોરેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. તો AAPના કોર્પોરેટર મહેશભાઈએ પણ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો કર્યા હતા, કોર્પોરેટરનું કહેવું છે કે, ફિલ્ટર પ્લાન્ટ બદલવાની જરૂર છે, તેમ છત્તા કોર્પોરેશન ફિલ્ટર પ્લાન્ટ બદલતું નથી. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો કોર્પોરેશન માત્ર મેન્ટેન્સના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહી છે. શહેર મનપા દ્વારા આગામી થોડા દિવસોમાં ખરાબ પાણીનો નિકાલ નહી કરવામાં આવે તો ધરણા પણ કરીશુ અને મેયરને રજૂઆત પણ કરીશુ

(2:40 PM IST)