<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા STI અને અન્ય વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી જાહેર

31 ઓગસ્ટ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાશેઃ ભરતીની સંપૂર્ણ અરજી પ્રક્રિયાથી શૈક્ષણિક લાયકાત સુધીની સંપૂર્ણ જાણકારી:GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ કરી રહ્યું છે 450 જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા

અમદાવાદઃ  GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા STI (State Tax Inspector) અને અન્ય વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવત ઉમેદવારો 31 ઓગસ્ટ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યારે આ આર્ટિકલમાં મેળવો આ ભરતીની સંપૂર્ણ અરજી પ્રક્રિયાથી શૈક્ષણિક લાયકાત સુધીની જાણકારી.

GPSC Recruitment 2024 મહત્‍વપૂર્ણ જાણકારી

સંસ્થાનું નામ                                  ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)

પોસ્ટનું નામ                                  STI અને અન્ય વિવિધ પોસ્ટ

કુલ પોસ્ટ્સ                                   450

અરજી પ્રક્રિયા                                ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ                 31 ઓગસ્ટ 2024

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details of GPSC Recruitment 2024

પોસ્ટ                                         વર્ગ      જગ્યા

નાયબ બાગાયત નિયામક                     વર્ગ-1    2

સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિક સાયકોલોજી જૂથ)       વર્ગ-2  2

ટેકનિકલ એડવાઈઝર                         વર્ગ-1    1

વીમા તબીબી અધિકારી (આયુર્વેદ)            વર્ગ-2    9

લેક્ચરર (સિલેક્શન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-1  5

લેક્ચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા  વર્ગ-1  6

પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)                    વર્ગ-1    14

મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા)              વર્ગ-1    22

માઇક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)             વર્ગ-1    16

પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો.                     વર્ગ-1    2

રાજ્ય વેરા નિરીક્ષક                           વર્ગ-3    300

આસિસ્ટન્ટ મેનેજર                            વર્ગ-3    18

મદદનીશ ઈજનેર (સિવિલ) (GMC)          વર્ગ-2    16

મદદનીશ ઈજનેર (વિદ્યુત) (GMC)           વર્ગ-2    6

જુનિયર ટાઉન પ્લાનર (GMC)               વર્ગ-2    2

હેલ્થ ઓફિસર (GMC)                        વર્ગ-2    11

સ્ટેશન ઓફિસર (GMC)                      વર્ગ-3    7

કુલ ખાલી જગ્યાઓ                             450

    કોઈ પણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.

    કોલેજના છેલ્લા વર્ષમાં હોય તે વિદ્યાર્થી (મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ડિગ્રી સર્ટીફીકેટ હોવું જોઈએ)

    ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે.

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GPSC Recruitment 2024

    સૌ પ્રથમ GPSCની ઓફિશિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ.

    ત્યારબાદ Latest Updates ઓપ્શન પર ક્લિક કરો.

    આ ભરતીમાં અરજી કરવા માટે Apply Online પર ક્લિક કરો.

    ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરી દો.

    ફોર્મ સબમિટ કરીને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

    ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીની અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

(3:40 PM IST)