<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

મોન્સૂન ફેસ્ટિવલ / પ્રવાસનને વેગ આપવા દમણમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન, દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટ્યા

પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે સંઘ પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણનાં જાણીતા નમો પથ પર ફેસ્ટિલનું આયોજન કરવામાં આવ્યું હતું.સંઘ પ્રદેશ દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણના દેવકા બીજ પર મોનસુન ફેસ્ટિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્તાહ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલ નો રંગારંગ આરંભ થયો હતો. દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોનસુન ફેસ્ટિવલVમાં પ્રદેશના ઉચ અધિકારીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મોનસુન ફેસ્ટિવલ નિમિતે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઇ હતી.મહત્વપૂર્ણ છે કે દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે. દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણ ની મુલાકાત લે છે. જોકે ચોમાસાના માહોલમાં દમણના માં પર્યટકોની સંખ્યા ઓછી થાય છે. આથી હોટેલ ઉદ્યોગ સાથે અન્ય દુકાનદારોને પણ તેની અસર થાય છે. જોકે હવે પ્રદેશમાં ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આજે આરંભ વખતે જ મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે દમણના નમો પથ પર ઉમટ્યા હતા.ભવ્ય આતીશબાજી કરવામાં આવી

આ પ્રસંગે ભવ્ય આતીશબાજી પણ કરવામાં આવી હતી. આથી દમણનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. સાથે જ દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઇ હતી .જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર થી વિશેષ શો કરવામાં આવ્યો હતો. દમણના દરિયા કિનારા અને રંગબેરંગી અને હોટેલોને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી હતી. દમણના આ મોનસુન ફેસ્ટિવલના આરંભ વખતે જ દરિયા કિનારે ચિક્કાર ભીડ જામી હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે પાડોશી મુંબઈથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મોનસુન ફેસ્ટિવલ ને નિહાળીને મન મોહિત થઈ ગયા હતા સમગ્ર દેશના અલગ અલગ પ્રાંતોના નૃત્ય અને ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.અમને અહીંયા મીની ભારત જોવા મળ્યુંઃ ત્રિશા, પ્રવાસી

આ બાબતે સહેલાણી ત્રિશાએ જણાવ્યું હતું કે, અમે વિચાર્યું ન હતું કે અમને દમણમાં આટલું સરસ જોવા મળશે. આ જે ફેસ્ટીવલ હતું તે ખૂબ જ સારૂ હતું. અહીંયા બધા જ શો અમે જોયા હતા. પંજાબી, મહારાષ્ટ્રીય તેમજ તમામ શો અહીંયા જોવા મળે છે. અમે મુંબઈનું મરીન ડ્રાઈવ તો જોયું છે. અહીંયા પણ મરીન ડ્રાઈવ જેવું જ વાતાવરણ જોવા મળ્યું છે. અહીંયા આવીને ખૂબ જ મજા આવી છે.

(3:43 PM IST)