<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ગુજરાતમાં સાતમ-આઠમમાં મેઘરાજા મન મુક્કી વરસવાની સંભાવના

કાલે રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે: 21 અને 22ના નવસારી તથા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ શક્યતા

ગુજરાતમાં ગઇકાલે અમુક ભાગોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જોકે આજે સવારથી રાજ્યમાં ક્યાંય વરસાદ વરસ્યો નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી તથા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

 

19 અને 20 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

 

21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

 

23 અને 24 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

(4:33 PM IST)