News of Sunday, 18th August 2024
વિરમગામના વિકાસ ડે કેર સેન્ટર ખાતે માનસિક દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકો માટેના વિકાસ ડે કેર સેન્ટર ખાતે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જેમાં બ્રહ્માકુમારીઝ ધર્મિષ્ઠા દીદી, લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ પ્રમુખ પરેશ દેસાઈ, જીતુ શાહ, જીજ્ઞા રાવલ, યોગેશ કંસારા, જીજ્ઞેશ ડગલી, અંકુર જૈન, અતુલ કુડેશિયા, સુમનભાઈ સોની, અલ્તાફ પટેલ અને દાતાઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યકમનું સંચાલન લાયન સુમન સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
