News of Sunday, 18th August 2024
કામરેજમાં કોંગ્રેસ દ્વારા ખાડા પુરો અભિયાન હાથ ધરાયું
અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં થતા કોંગ્રેસે અભિયાન હાથ ધર્યું

સુરત: કામરેજમાં કોંગ્રેસ દ્વારા ખાડા પુરો અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. કોંગ્રેસે જાતે જ ખાડા પૂરી તંત્રને જગાડવા અનોખો વિરોધ કર્યો છે. કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. ખાડાને કારણે વાહનચાલકો પરેશાન બન્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો હાજર રહ્યા છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
