News of Sunday, 18th August 2024
અમદાવાદના ઇસનપુરમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમમાં મૂકાયો
પંજાબ નેશનલ બેંકે સ્કૂલને સીલ કરી દીધી: લોટસ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીની નોટિસ, સ્કૂલને સીલ કરાતા માગ્યો ખૂલાસો

અમદાવાદના ઇસનપુરમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમમાં મૂકાયો છે. પંજાબ નેશનલ બેંકે સ્કૂલને સીલ કરી દીધી છે. સ્કૂલે લોનના રૂપિયા 1 કરોડ 25 લાખ નહીં ભરતા બેંકે સીલ મારવાની કામગીરી કરી. અગાઉ પણ મેજિસ્ટ્રેટએ લોન ભરપાઇ કરવા અંગેનો આદેશ આપ્યો હતો. જો કે વારંવાર નોટિસ આપ્યા બાદ પણ લોનની ભરપાઇ નહીં કરતા સ્કૂલને સીલ કરી દેવાઇ છે. હવે, જોવાનું રહ્યું કે સ્કૂલ તરફથી લોન ક્યારે ભરવામાં આવે છે અને બાળકોના અભ્યાસ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
