<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

બાવળામાં ખાનગી કંપનીના વેરહાઉસમાં પ્રવાહી ઢોળાયા બાદ પાંચ મહિલાની તબિયત લથડી

પોલીસ દ્વારા પ્રવાહીના નમૂના લઈ FSLની ટીમની મદદથી તપાસ કરશે

 અમદાવાદના બાળળામાં 5 મહિલાની તબિયત અચાનક ગઈકાલે લથડી હોવાની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીના વેરહાઉસમાં મહિલાઓની તબિયત ખરાબ થઈ હોવાનુ સામે આવ્યુ છે. વેરહાઉસમાં કોઈ પ્રવાહી પદાર્થ ઢોળાયા બાદ ચક્કર અને માથામાં દુખાવાની તકલીફ ઉભી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

  દરમિયાન પોલીસ દ્વારા પ્રવાહીના નમૂના લઈ FSLની ટીમની મદદથી તપાસ કરશે. તમામને બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(6:54 PM IST)