<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

અંકલેશ્વર GIDCમાં કેમિકલ લીકેજ થવાની ઘટના

પીળા રંગનો ધુમાડો નીકળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી

ભરુચના અંકલેશ્વર GIDCમાં કેમિકલ લીકેજ થવાની ઘટના બની હતી. કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાંથી પીળા રંગનો ધુમાડો નીકળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી. કંપનીના પ્લાન્ટમાંથી વીક નાઈટ્રિક એસિડ લીક થયો હોવાની માહિતી મળી રહી છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી છે.

(6:56 PM IST)