News of Sunday, 18th August 2024
સુરતમાં સિગ્નલ તોડી અને મહિલા પોલીસકર્મી સાથે બબાલ: જુઓ અપશબ્દનો વાયરલ વીડિયો
મહિલા પોલીસ કર્મી વાહનચાલક યુવકની માતાને ખુબજ ગંદી ગાળ બોલતા કેમેરામાં કેદ

સુરતમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મી અને વાહન ચાલક વચ્ચે બોલાચાલીનો એક વીડિયો વાયરલ થયો છે.. આ વીડિયોમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મી મોંઘીબેન રબારી અને વાહન ચાલક એકબીજા સામે દલીલબાજી કરતા જોઇ શકાય છે.. જો કે વાહનચાલકનો ચહેરો જોવા મળતો નથી..
વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે વાહન ચાલકે સિગ્નલ તોડ્યો હતો. જો કે મહિલા પોલીસ કર્મી વાહનચાલક યુવકની માતાને ખુબજ ગંદી ગાળ બોલતા કેમેરામાં કેદ થઇ ગયા હતા
વાહનચાલકની દલીલ હતી કે મહિલા પોલીસ કર્મીએ તેની માતાને 'જાવ મરો' ક્હ્યું, જ્યારે વાહન ચાલકની માતા એવું બોલે છે કે આવું આપથી ન બોલાય ત્યારે મહિલા પોલીસ કર્મી તેમને તુચ્છકારથી ગંદી ગાળ બોલતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
બીજી તરફ મહિલા પોલીસ કર્મી વાહન ચાલકને એ સવાલ પણ કરી રહ્યા છે કે તમે સિગ્નલ કેમ તોડ્યો.
. હજુ સુધી આ મામલે કોઇ ફરીયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યું નથી
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
