News of Sunday, 18th August 2024
વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરાએ ગૌપાલકોને કરી વિનંતી
આપના ગૌધનને આપની જગ્યાએ આપના વાડામાં રાખી યોગ્ય દેખભાળ રાખવી જોઈએ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરાએ ગૌપાલકોને વિનંતી કરી છે કે આપના ગૌધનને આપની જગ્યાએ આપના વાડામાં રાખી યોગ્ય દેખભાળ રાખવી જોઈએ.
વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ જણાવ્યું કે, ગૌ પાલક જોગ નમ્ર વિનંતી : નમસ્કાર, વિરમગામમાં વસવાટ કરતા ગૌપાલકો જોગ મારી નમ્ર અપીલ કરુ છું કે આવનારા દિવસોમાં તહેવારો ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે વિરમગામમાં વસવાટ કરતા તમામ ગૌપાલકોને મારી એક નમ્ર વિનંતી છે કે શહેરમાં અનેક જગ્યાએ નાના મોટા મેળાઓનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે વિરમગામ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ગૌધન છૂટા મૂકી દેવામાં આવે છે. જેથી કરી શહેરમાં વસતા લોકોને આવવા જવામાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. અવાર નવાર ગૌધનના કારણે અકસ્માતના પણ બનાવ બને છે. તો તમામ ગૌપાલકોને મારી વિનંતી છે કે આપના ગૌધનને આપની જગ્યાએ આપના વાડામાં રાખી યોગ્ય દેખભાળ રાખવી જોઈએ..જેથી કરી શહેરમાં તહેવારો દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને ગામમાં ટ્રાફિક ની સમસ્યા પણ ઉભી ન થાય. આપ સૌના સહકારની અપેક્ષા સહ નમ્ર વિનંતી. આભાર.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
