<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

તિલકવાડા તાલુકાના બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા 2 વર્ષથી ગેરહાજર રેહતા બરતરફ કરાયા

નિલેશ્વરી પટેલ સતત બે વર્ષથી ગેરહાજર રહેતા હતા. અને તેઓ છેલ્લા 2 વર્ષથી મંજુરી વગર વિદેશ ગયા હોવાનું જાણવા મળ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓમાં મંજુરી વગર ગેરહાજર રહેલા શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની સરકારે જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સુચના આપી છે.ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા સતત 2 વર્ષથી ગેરહાજર રેહતા તેમને બરતરફ કરતા અન્ય ગુલ્લેબાજ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.
    તિલકવાડા તાલુકાના બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા નિલેશ્વરીબેન પટેલ છેલ્લા 2 વર્ષથી સતત પોતાની ફરજ પર ગેરહાજર રહેતા હોવાની જાણ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને થઈ હતી.જેથી એમને તુરંત બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.આ બાબતે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે તિલકવાળા તાલુકાના બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બરતરફ કરવામાં આવ્યા છે. નિલેશ્વરી પટેલ 4-6-2022 થી સતત ગેરહાજર રહેતા હતા.તેઓ છેલ્લા 2 વર્ષથી મંજુરી વગર વિદેશ ગયા છે, મંજુરી વગર ગેરહાજર રહેતા એમને બરતરફ કરવામા આવ્યા છે.
     સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિક્ષિકા નિલેશ્વરી પટેલે રજા માટે મંજૂરી માંગી હતી પણ મંજૂરી આપવામાં નથી આવી.મંજૂરી મળી ન હતી તો પણ શિક્ષિકા વિદેશ જતા રહ્યા હતા. એ જ કારણે આ નિર્ણય લેવાયો છે.

(12:18 AM IST)