News of Monday, 19th August 2024
ગરૂડેશ્વર તાલુકાના જંતર ગામમાં 5 વર્ષના બાળકને કોબ્રા સાપ કરડી જતા મોત

ફોટો kobra
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા જંતર ગામમાં પાચ વર્ષના બાળકને સાપ કરડી જતાં દવાખાને લઇ જતા જ મોત નિપજ્યું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર મરનાર જયદેવભાઇ ઉકારીયા ભાઇ વસાવા (ઉં.વ.૦૫)( રહે.જંતર, નિશાળ ફળિયુ તા.ગરૂડેશ્વર, જી.નર્મદા)નાઓ તથા ઘરના બધા સભ્યો તા.૧૬/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રીના નવ સાડા નવ વાગ્યાના અરસામા પિતાજી ઉકારીયાભાઈએ પોતાના છોકરાઓને સુવડાવવા બે ખાટલાઓ પાથરેલ હતા એક ખાટલામાં મરનારના ભાઈઓ સુવા પડેલ હતા અને બીજા ખાટલામા તેના પિતાજી સુવા પડ્યા હતા તે વખતે આશરે દશથી સાડા દશ વાગ્યાના અરસામાં મરનાર તેના પિતાજીના ખાટલા તરફ ચાલતો જતો હતો અને તેના પપ્પાને કહેલ કે મને મોબાઈલ જોવા આપો તેમ કહી ખાટલા ઉપર ચડતો હતો.તે વખતે મરનાર રડવા લાગેલ અને તેના પિતાજીને જણાવેલ કે સાપે મને પગમા ડંખ મારેલ છે.જેથી પિતાજીએ ખાટલામાથી જોયેલ તો કોબ્રા સાપ ફેણ કરી પણીહારીના લાકડાના પટીયાની નિચે જતા જોયેલ અને દીકરા ના પગે જોતા ડાબા પગના પંજાની ઉપર છેલ્લી આંગળીની નજીક સાપના કરડવાથી ત્રણ દાંતના નિશાન પડેલા જણાઇ આવેલ, થોડીવાર પછી સાપના ઝેરના કારણે મરનાર બેભાન હાલતમા હોઈ જેથી તેને ઈક્કો ગાડીમા સારવાર અર્થે ગરૂડેશ્વર સરકારી દવાખાનામાં લઇ આવેલ તે વખતે ફરજ પરના ડોક્ટરે જયદેવભાઇને મૃત જાહેર કર્યો હતો.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
