<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

રાજપીપળા મચ્છી માર્કેટમાં ગંદા પાણી બાબતે યુવતીને જાતી વિરૂદ્ધ શબ્દો બોલતા એટ્રોસિટી દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળાના મચ્છી માર્કેટ વિસ્તારમાં ગંદા પાણીના ખાબોચિયા બાબતે પાડોસીએ યુવતીને જાતિ વિરૂદ્ધ શબ્દો બોલતા એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે
   મળતી માહિતી અનુસાર જાનવીબેન રણજીતભાઇ સુખાભાઇ વસાવા ઉ.વ.૧૮ ધંધો-ઘરકામ( રહે- મચ્છી માર્કેટ, રાજપીપળા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ પાડોશમા રહેતા અજયભાઇ રમણભાઇ કહાર નાઓએ આવીને કહેવા લાગેલ કે આ ગંદા પાણીનું ખાબોચીયુ રોજ કેમ ભરાય છે જેથી જાનવી બેને અમારે દશામાતનું વ્રત છે હું પછી સાફ કરી દઈશ તેમ કહેતા અજયભાઈ મા-બેન સમાણી ગાળો બોલી બોલાચાલી કરી જાનવી બેનના વાળ પકડી ખેચીને નીચે પાડી દિધેલ અને તે વખતે તેમના મમ્મી રેખાબેન અને મામી અનસુયાબેન વચ્ચે પડી  છોડાવેલ હતા. આ બેન અનુસુચિત જનજાતિના છે તેમ જાણતાં હોવા છતાં તેમના માથાના વાળ ખેંચી નીચે પાડી દઈ ગાળો આપી તેમજ તેમના જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જાહેરમાં અપમાનિત કરતા રાજપીપળા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે.

(9:39 AM IST)