News of Monday, 19th August 2024
નર્મદા SOG એ ગરુડેશ્વર ના 2 હોમ સ્ટે પર ચેકીંગ કરી ઓનલાઇન એન્ટ્રી નહિ કરવા બદલ ગુના દાખલ કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા એસ. ઓ.જી.પોલીસે ચેકીંગ દરમિયાન ગરુડેશ્વર તરફ ચાલતા બે હોમ સ્ટે ના સંચાલકો કે જે નિયમનું પાલન નહિ કરતા બંને વિરૂદ્ધ ગુના દાખલ કર્યા છે
મળતી માહિતી મુજબ નર્મદા એસ. ઓ.જી. ગરુડેશ્વર તરફ ચેકીંગમાં હતી ત્યારે ગરુડેશ્વરમાં ચાલતા કે.કે. હોમસ્ટે માં પથિક સોફ્ટવેરનો આઈ.ડી. તથા પાસવર્ડ આપી, સોફ્ટવેરનો અમલ કરવા સુચના આપી હોવા છતા ઈસમે કે.કે.હોમ સ્ટે નાં મેનેજર આશિષભાઇ પ્રવિણભાઇ તડવી (રહે.ધામદરા તા.ગરૂડેશ્વર )નાઓ પથિક એપ્લીકેશનમાં ઓનલાઇન એન્ટ્રી ચેક કરતાં ૯ એન્ટ્રી નહિં કરી પથિક સોફ્ટવેર અંગે અમલવારી નહી કરી ગુનો કર્યો હતો.
જ્યારે ગરુડેશ્વરના પાલમ હોમસ્ટે માં પણ ચેકીંગ હાથ ધરતા ત્યાંના મેનેજર નિલેશભાઇ જેસંગભાઇ તડવી રહે.કોયારી,ગરૂડેશ્વર તા.ગરૂડેશ્વર નાઓ એ રજીસ્ટરમાં મુસાફરોની નોંધ કરેલ હોય તે મુસાફરોની ઓનલાઇન એન્ટ્રીઓ પથિક એપ્લીકેશનમાં નહિં કરી પથિક સોફ્ટવેર અંગે અમલવારી નહી કરી ગુનો કરતા ઉપરોક્ત બંને હોમ સ્ટે ના મેનેજર વિરૂદ્ધ એચ.કે.પટેલ પોલીસ સબ ઈન્સ્પેકટર, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, નર્મદા નાઓ એ ફરિયાદ આપતા ગુના દાખલ થયા છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
