News of Monday, 19th August 2024
નાંદોદ ના વિરપોર ગામમાં જુગાર પર પોલીસે છાપો મારી રૂ. ૨૫,૩૪૦ ના મુદ્દામાલ સાથે ચાર ને ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં આવેલાં વિરપોર ગામમાં ચાલતા જુગાર ઉપર આમલેથા પોલીસે છાપો મારી રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પોલીસને મળેલી બાતમીના આધારે વિરપોર ગામના ભાથીજી મંદિર પાસે ચાલતા જુગાર પર રેડ કરતા (૧)રોશનભાઇ હરીભાઇ વસાવા (૨) મદનભાઇ ગોપલભાઈ વસાવા (૩) મુકેશ ભાઇ રાજુભાઇ વસાવા(૪) રીતેશભાઇ રતિલાલભાઇ વસાવા, (તમામ રહે.વિરપોર )ને પકડી તેમની અંગઝડતી માંથી રોકડા રૂપિયા ૩૦૯૦ તથા દાવ ઉપરનાં રોકડા રૂપિયા ૨૨૫૦ - મળી રોકડા રૂપિયા ૫૩૪૦/- તથા મોબાઇલ નંગ- ૪ જેની કિમંત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ્લે રૂપિયા ૨૫,૩૪૦ નાં મુદ્દામાલ સાથે ચારેય પકડાઈ ગયા હતા જ્યારે પ્રહલાદભાઇ ગોપાલભાઇ વસાવા( રહે.વિરપોર) ત્યાંથી નાશી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
