<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

જન્‍માષ્‍ટમી ઉપર વરસાદ ભુક્કા બોલાવશે : ઉપરાઉપરી સિસ્‍ટમ આવી રહી છે : ૨૨થી ગુજરાત ક્ષેત્રમાં વરસાદ

૨૫મીથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અતિભારે વરસાદ પડશે : બે સિસ્‍ટમ ભેગી થઇ જશે

રાજકોટ તા. ૧૯ : જન્‍માષ્‍ટમી ઉપર ભુક્કા બોલાવશે વરસાદ. ઉપરાઉપરી સિસ્‍ટમ અને ભારે વરસાદ પડશે.

આગામી તા. ૨૨થી ગુજરાત રીજયનમાં ભારે વરસાદ અને તા. ૨૫ થી સૌરાષ્‍ટ્ર - કચ્‍છ વિસ્‍તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેશર છે જે ઉત્તર - પヘમિ દિશા તરફ આગળ વધશે.

આ પછી ત્રણ દિવસ બાદ રાજસ્‍થાન સરહદને લાગુ એક સાયકલોનિક સર્કયુલેશન છવાશે જે બંગાળની ખાડીના વેલમાર્ક લો-પ્રેશર સાથે જોઇન્‍ટ થશે અને તેના પરિણામે આખા ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ પછી પણ એક નવું લો-પ્રેશર ઉભું થશે. ભારે વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં લોકમેળો બગડે તેવી શક્‍યતા ઉભી થઇ છે.

(11:11 AM IST)