News of Monday, 19th August 2024
ઊંઝામાં જગત જનની મા ઉમિયાના આંગણે અનેરો ઉત્સવ ઉજવાશે :11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર ધજા મહોત્સવ યોજાશે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહોત્સવનો શુભારંભ થશે:1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ અર્પણ કરાશે

મહેસાણા: ઊંઝામાં જગત જનની મા ઉમિયાના આંગણે અનેરો ઉત્સવ યોજાશે. 11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર ધજા મહોત્સવ યોજાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે મહોત્સવનો શુભારંભ થશે. આ પ્રસંગે 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ અર્પણ કરાશે. રૂ.5100 દાન વાળી અને રૂ.1100 દાન વાળી ધજાઓ ચઢાવાશે. ધજા મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો જોડાશે. અંદાજે 18 લાખથી વધુ માઇભક્તો મા ઉમિયાના દર્શન કરશે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
