<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા પર પ્રતિબંધ: 200 વર્ષ જૂની આ પરંપરા

રક્ષાબંધનના દિવસને તેઓ અશુભ માને છે. .એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવવાનું અને રક્ષાબંધનના દિવસને અશુભ માનવાનું કારણ ખૂબ જ રસપ્રદ

અમદાવાદ :દેશભરમાં જ્યારે રક્ષાબંધનની ઉજવણી થતી હોય છે ત્યારે બનાસકાંઠાના એક ગામમાં આ પર્વની ઉજવણી નથી થતી..તેઓ આ પર્વ ઉજવે છે તો ખરા પરંતુ રક્ષાબંધનના એક દિવસ પહેલા.. આ ગામ છે બનાસકાંઠા જિલ્લાનું ચડોતર ગામ. અહીં બાકી લોકો જે દિવસે રક્ષાબંધન ઉજવે છે તે દિવસે રક્ષાબંધનની ઉજવણી નથી થતી કારણ કે રક્ષાબંધનના દિવસને તેઓ અશુભ માને છે. .એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવવાનું અને રક્ષાબંધનના દિવસને અશુભ માનવાનું કારણ ખૂબ જ રસપ્રદ છે.

લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારી એ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું.ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામમાં યથાવત છે.

છેલ્લા 200 વર્ષથી આ ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલાજ બહેન પોતાના ભાઇને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવે છે.


 

(1:34 PM IST)