News of Monday, 19th August 2024
રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યભરમાંથી આવેલ બહેનો- માતાઓએ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું
ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી

અમદાવાદ : ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
પ્રદેશ ભાજપ મહિલા મોરચાના સુશ્રી દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રીના કાંડે રાખડી બાંધી હતી.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રિટા બહેન પટેલ, મેયર શ્રીમતી મીરાં બહેન તેમજ સમાજના વિવિધ વર્ગોની બહેનોએ ભુપેન્દ્રભાઈ પટેલને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું.
મુખ્યમંત્રીને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળા ના બાળકોએ શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોક લખેલી ૧૪૦ ફૂટ ની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
