News of Monday, 19th August 2024
મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં હૃદય કંપાવતી ઘટના: 4 વર્ષની બાળકીને કારચાલકે કચડી નાખી
કાર નીચે માસુમ બાળકી કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત:ઘટના સીસીટીવીમાં કેદ થઈ

મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં એક હૃદય કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. સ્પર્શ વિલા સોસાયટીમાં કાર ચાલકે સાયકલ ચલાવતી 4 વર્ષની બાળકીને કચડી નાખી હતી. જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર મામલો સોસયટીના સીસીટીવીમાં કેદ થયો હતો. આ અંગે બાળકીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહતી મુજબ, મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં દિશા પટેલ નામની 4 વર્ષીય બાળકી એકલી સાઈકલ ચલાવી રહી હતી. આ દરમિયાન વળાંક પાસે એક કાર આવી હતી. જેના કારણે બાળકી ડરી જતા સાઈકલ સાથે નીચે પડી ગઈ હતી. આ પછી બાળકીને જોયા છતાં પણ બેદરકાર કાર ચાલકે બાળકી પર કાર ચલાવી હતી.
કાર નીચે માસુમ બાળકી કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાળકીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અંગે માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
