News of Monday, 19th August 2024
બુધવારથી ૩ દિ' વિધાનસભા સત્ર : મહત્વના વિધેયકો
પ્રથમ દિવસે શોકદર્શક પ્રસ્તાવ : પાંચ વિધેયકો : નવા ૩ ફોજદારી કાયદાના વટહુકમને કાયદાથી કાયમી સ્વરૂપ અપાશે : અવાજ ઉઠાવવા વિપક્ષ પ્રયત્નશીલ

(અશ્વિસ વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૯: આગામી તા. ર૧ થી ત્રણ દિવસની ૧પ મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર મળી રહ્નાં છે. આ ત્રણ દિવસમાં પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો હાથ ઉપર લેવામાં આવશે ત્યારબાદ બે દિવસ સરકારી વિધેયકો અને ઍના પર ચર્ચા અને ત્યારબાદ મંત્રીશ્રી તરફથી જવાબ આપવામાં આવશે. બીજી તરફ જાઇઍ તો વિરોધ પક્ષમાં પુરી સંખ્યા પણ છે નહીં માટે તોફાનનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. મોકો મળે તો પ્રજાના વિવિધ પ્રશ્ને અવાજ ઉઠાવવા કોîગ્રેસ પ્રયાસ કરશે.
રાજય સરકારે ૩ નવા ફોજદારી કાયદાઅો (ન્યાયસંહિતા) ના અમલ માટે વટહુકમ બહાર પાડેલ તેને ગૃહમાં રજુ કરી કાયમી કાયદાનું સ્વરૂપ અપાશે. કોર્ટના આખરી ચુકાદા પહેલા દારૂના જથ્થા સાથે પકડાયેલા વાહનોની હરરાજી માટેનો કાયદો આવી રહ્ના છે. ઉપરાંત માનવ બલિદાન, અનિષ્ટ અને અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને નિમૂર્સન કરવા સહિતના વિધેયકો રજુ થશે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
