<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

નવી ગાઇડલાઇન જાહેર ન થાય ત્‍યાં સુધી શૈક્ષણીક પ્રવાસ યોજી શકાશે નહિ

શૈક્ષણીક પ્રવાસ દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવશેઃ ડીઇઓને પરીપત્ર

રાજકોટ, તા., ૧૯: ગુજરાત રાજયની શાળાઓમાં શૈક્ષણીક પ્રવાસ દરમિયાન અનેક દુર્ઘટનાઓ બની છે. ત્‍યારે રાજય શિક્ષણ વિભાગે હવે કેટલાક પગલાઓ વિચારીને તેનો અસરકારક અમલ કરાવવા માર્ગદર્શીકા બહાર પાડી રહયા છે. નવી ગાઇડલાઇન જાહેર ન થાય ત્‍યાં સુધી શૈક્ષણીક પ્રવાસ નહી યોજવા તાકીદ કરવામાં આવી છે.

ગુજરાત રાજયની શાળાઓમાં શૈક્ષણીક પ્રવાસ દરમિયાન હરણી બોટ દુર્ઘટના સહીત અનેક બનાવો બન્‍યા છે ત્‍યારે સરકાર નવી માર્ગદર્શીકા તૈયાર કરી રહયા છે. આગામી ટુંક સમયમાં નવી માર્ગદર્શીકા જાહેર કરવામાં આવશે. આ નવી માર્ગદર્શીકામાં નક્કી થયેલા નિયમો અનુસાર જ શાળઓએ શૈક્ષણીક પ્રવાસે લઇ જવાનો રહેશે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જયાં સુધી નવી માર્ગદર્શીકા જાહેર કરવામાં ન આવે ત્‍યાં સુધી પ્રવાસ અંગે મંજુરી આપવામાં આવશે નહી.

શૈક્ષણીક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્‍ટાફની સલામતી સહીતના મુદાઓને આ માર્ગદર્શીકામાં સમાવેશ કરાયા બાદ માર્ગદર્શીકા જાહેર કરાશે. આ પ્રમાણે શૈક્ષણીક પ્રવાસને મંજુરી આપવામાં આવશે. શૈક્ષણીક પ્રવાસને લઇને કમિશનર ઓફ સ્‍કુલની કચેરી દ્વારા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરીપત્ર પાઠવાયો છે

(3:10 PM IST)