News of Monday, 19th August 2024
ર૧મી સદીના ભારતના લક્ષ્યવાળા રાજીવ ગાંધીનો કાલે જન્મદિન
પૂર્વ વડાપ્રધાનની ગૌરવગાથા વર્ણવતા મનીષ દોશી

‘‘સાચું ભારત ગામડાઓમાં વસે છે'' યુગપુરુષ મહાત્મા ગાંધીની માનવીય અભિગમની આ ભાવનાને પોતાના જીવનમાં ઉતારી બંધારણ અને લોકશાહીનાં રક્ષણ માટે વિચારશીલ મહાપુરુષ એવા દેશનાં છઠ્ઠા સૌથી યુવાન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે જોડાયેલ દરેકસ્ત્રીઓએ તેમને પોતાના ચાલુ કાર્યકાળમાં જ અનામત આપવા બદલ તેમનો આભાર માનવો જોઈએ. માત્ર કાગળ પર જસ્ત્રીઓને દેશનાં સંચાલનમાં અનામત આપવાની જગ્યાએ સ્વ. રાજીવ ગાંધીએ તેને દેશના દરેક ગામડાઓમાં અને શહેરોમાં લાગું કરાવી હજારો બહેનોને રાજકારણમાં સંભાવનાઓનું આકાશ ઉડવા માટે ખુલ્લું કરી આપ્યું છે. આવતીકાલે તા. ર૦મીએ તેમનો જન્મદિન છે. (જન્મ તા. ર૦ ઓગષ્ટ ૧૯૪૪)
ગામડાની એક સામાન્યસ્ત્રી જાહેર જીવનમાં આવી દેશસેવા કરતાં કરતાં દેશનાં સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રપતિની જવાબદારી મેળવી શકે તે શકયતાઓને વાસ્તવિક બનાવવામાં સ્વ.રાજીવ ગાંધીનો સિંહફાળો રહ્યો છે.સ્ત્રીઓને દેશનાં સંચાલનમાં ભાગીદારી મળ્યા બાદ ભારતે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ ઙ્કગતિ કરી છે.
ષાીઓને દેશમાં સંચાલકીય ભૂમિકા સાથે સ્વ.રાજીવ ગાંધીએ પોતાની દીર્ઘદ્રષ્ટિ દ્વારા એકવીસમી સદીનાં ભારતનું નિર્માણ કરવા માટે યુવાનોને બંધારણમાં સંશોધન કરી ૨૧ વર્ષની જગ્યાએ ૧૮ વર્ષની વયે મતદાન અધિકાર આપ્યો અને વિપક્ષોનાં વિરોધ વચ્ચે આધુનિક ટેકનોલોજી અને અસરકારક વિદેશનીતિને પણ આવકારી જેના પરીણામે આજે કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને દેશમાં લાવી મોબાઈલ ક્રાંતિ દ્વારા દેશમાં માનવજીવન સુગમ બનાવ્યું છે. તેમણે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે સાંકળવાની જરૂરિયાતને ઓળખી અને અર્થતંત્રમાં વિદેશી રોકાણ માટે દ્વાર ખોલવા માટે પગલાં લીધા. તેમના ઙ્કયાસોએ ૧૯૯૦ના દાયકામાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખ્યો જેના પગલે ભારત દુનિયાની ઝડપી વિકસતી અર્થતંત્રમાંનું એક બન્યું છે.
માનવતાને અગ્ર ગણી દરેક નાગરિકને સમાન અધિકારની ભાવના દ્વારા દેશમાં એકતા સ્થાપિત કરી શિક્ષણ અને શિક્ષણ નીતિને રોજગાર લક્ષી બનાવી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય, ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)ની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જે આજે વિશ્વઙ્ઘસિદ્ધ શૈક્ષણિક કેન્દ્રો બની ગયા છે. આધુનિક સંસ્થાઓની સ્થાપના દ્વારા સારા નાગરિકોનું ઘડતર કરી શિક્ષિત યુવાનોને મોટી સંખ્યામાં સરકારી નોકરીઓ દ્વારા રોજગાર આપી દેશના સંચાલનમાં ભાગીદાર બનાવ્યા સાથે પેન્શન યોજના દ્વારા તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું.
બંધારણમાં ૬૪માં સુધારા દ્વારા પંચાયતી રાજ સ્થાપી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ પોતાની જરૂરિયાત અનુસાર પોતાના નિર્ણયો લેવા માટે સક્ષમ થતાં જ પીવાના પાણી, ગટર, લાઈટ અને રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે તેમણે પાટનગર સુધી જવું પડતું નથી. સ્વ.રાજીવ ગાંધીનાં કાર્યકાળમાં જ સમગ્ર દેશમાં ગામડાઓ સુધી મફત રસીકરણની યોજનાઓએ છેવાડાનાં નાગરિકોને મહામારીઓથી બચાવ્યા હતા.
તેમણે સેટેલાઇટ ટેક્રોલોજીની ક્ષમતાને પણ ઓળખી. તેમના નેતળત્વમાં ભારતના અવકાશ કાર્યક્રમને નોધપાત્ર પ્રોત્સાહન મળ્યું. ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ સિસ્ટમ (INSAT) એટલે કે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ (INSAT) અને ભારતીય રિમોટ સેન્સિંગ-ઇન્ડિયન રિમોટ સેન્સિંગ (IRS) ઉપગ્રહોના પ્રક્ષેપણથી હવામાનની આગાહી, પ્રસારણ અને કુદરતી સંસાધનોના સંચાલન માટેની મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના થઈ. આ પ્રોગ્રામ કળષિ, આપત્તિ વ્યવસ્થાપન, કોમ્પ્યુટર દ્વારા રેલવે ટિકિટ આરક્ષણ અને રક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતની ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
દેશનાં સર્વાંગી વિકાસ માટે સ્વ. રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિએ દેશને વિશ્વની મહાસત્તાઓ સમકક્ષ દેશની સંસદમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા હતા જેનો લાભ આજે પણ દેશનાં સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે.
-ડો. મનીષ દોશી
પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા
મો.૯૪ર૬૦ ૦૧પ૯૯
અમદાવાદ
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
