News of Monday, 19th August 2024
સિમ્ફની સ્માર્ટ વોટર હીટર ક્ષેત્રે ધમાકેદાર પ્રવેશ

(કેતન ખત્રી) અમદાવાદ : એર કુલરમાં લોકપ્રિય સિમ્ફની એક અગ્રણી મલ્ટીનેશનલ કંપનીએ તાજેતરમાં જ ગોવા ખાતે વોટર હીટર ક્ષેત્રે ધમાકેદાર પ્રવેશ સાથે કુલર્સમાં બ્લોકબસ્ટર પ્રોડક્ટ લોન્ચ કર્યા. સિમ્ફની લિમિટેડ દ્વારા ગીઝરની રેન્જ ત્રણ અલગ અલગ - સ્પા, સોના અને સોઉલની પ્રસ્તુતિ સાથે સ્ટોરેજ વોટર હીટર શ્રેણીમાં પ્રવેશ નોંધાવ્યો. જેમાં સિમ્ફની સ્પા ગીઝર્સ, સિમ્ફની સિમ્ફની પ્યુરોપોડ એક અત્યાધુનિક ૯ સ્તરીય પાણી ગાળણ કાર્ટ્રીજ સાથે કે જે સખત પાણીને નરમ કરે છે, સ્માર્ટ બાથ સિસ્ટમના મહત્વના કાર્યોમાં પાણીની તૈયારી, સર્વિસ રિમાઇન્ડર જેવા વોઇસ નોટિફિકેશન, કસ્ટમાઇઝ ટાઈમર સેટિંગ,ઉષ્ણતામાન અંકુશ તેમ જ સુરક્ષા માટે ચાઈલ્ડ લોક જેવી સુવિધાઓ હોવાનું સિમ્ફની ચેરમેન શ્રી અચલ બકેરીએ જણાવ્યું છે તેઓ કહે છે પાણી ગરમ કરવાના વિભાગને વિસ્તર્યો છે ગ્રાહકોની ત્વચાની અને વાળની કાળજી સાથેની સુવિધા પ્રસ્તુત કરી છે. ગીઝરની સોના શ્રેણી પ્લાસ્ટિક બોડી સાથે અત્યાધુનિક નવ સ્તરીય પ્યુરોપેડ પાણીંગાળણ કાર્ટરીજ ધરાવે છે અને સિમ્ફની સૉઉલ શ્રેણી મેટલ બોડી અને એક એલઇડી ડિસ્પ્લે ધરાવે છે. તમામ સિમ્ફની ગીઝર્સ ૧૦, ૧૫ અને ૨૫ લિટર માં ઉપલબ્ધ છે, ટાઇટેનિયમ પ્રો-સુપિરિયર ગ્લાસ લાઈન કોટેડ ટાંકીથી સજ્જ છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
