News of Monday, 19th August 2024
'' એક પેડ માં કે નામ'' અંતર્ગત મહાવાવેતર અભિયાન : ઈડરના શ્રીમદ્ર રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં તા.ર૦ ના રોજ ઉજવણી : ૧૦,૦૦૦ થી વધુ જનમેદની ધ્વારા સામુહિક રોપ વાવેતર અને હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની સામુહિક કામના કરાશે
કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા અને રા. ક. મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે : ડ્રોન ધ્વારા મોટી સંખ્યામાં સીડ બોલ જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવશે

ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના વિઝન અને મિશન એવા '' એક પેડ માં કે નામ'' અંતર્ગત ઈડર ખાતે શ્રીમદ્ર રાજચંન્દ્ર વિહાર નજીકના ૧૮ હેકટરના જંગલ વિસ્તારમાં ૧૦૦૦૦ થી વધુ જનમેદનીની ઉપસ્થિતમાં સામુહિક મહાવાવેતર અભિયાન અને હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની કામના, આવતીકાલે તા. ૨૦ ના રોજ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રા.ક. મંત્રી મુકેશભાઈ પટેલ અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રોપ વાવેતરની સાથોસાથ પહોંચી ના શકાય તેવા ભાગોમાં ડ્રોન ધ્વારા સીડ બોલ છંટકાવ કરવામાં આવશે. આ કાર્યક્રમ '' એક પેડ માં કે નામ'' અંતર્ગત દેશનો સૌથી મોટી જનમેદની ધ્વારા સામુહિક વાવેતરનો કાર્યક્રમ બનશે તેવી શકયતા સેવાય રહી છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
