News of Monday, 19th August 2024
માંડણ ગામે દીપડાએ મહિલાનો ભોગ લીધા બાદ પાસેના થવડિયા ગામે શિકાર શોધતો દીપડો જોવા મળ્યો
માંડણ ગામમાં મહિલાઓ પર હુમલા બાદ નજીક આવેલા થવડિયા ગામના રોડ પર દીપડો ફરી દેખાતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા.જિલ્લામાં દીપડાઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે જેમાં મૂંગા પશુઓ અને નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે થોડાક દિવસ પહેલા ગરૂડેશ્વર તાલુકાના માંડણ ચીનકુવા ફળિયાની 2 મહિલાઓ કેવડીયા હાટમાં પતરવેલીના પાના વેચી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે અધવચ્ચે જંગલ વિસ્તારમાં એ મહીલાઓ પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો.જેમાં રમીલાબેન મગનભાઈ વસાવા નામની મહિલા દીપડાથી પોતાને છોડાવી ત્યાંથી ભાગી છુટી હતી જ્યારે 37 વર્ષીય સૂર્મિલાબેન અમરસિંહ વસાવાને દીપડો લગભગ 800 મીટર અંદર જંગલની ઝાડીઓમાં ખેંચી લઈ જઈ એને ફાડી ખાધી હતી, આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું. અને ગતરોજ માંડણ ગામ પાસે આવેલા થવડીયા ગામના માર્ગ ઉપર ખૂંખાર દીપડો જાણે શિકારની શોધ માં હોય તે રીતે ઝાડીઓ માં સંતાતો જોવા મળતા આસપાસના ગ્રામજનોમાં ભારે ભય જોવા મળ્યો હતો.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
