News of Monday, 19th August 2024
રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભાઈ બહેનનો સંબંધ ભલે કોઈ રેશમી દોરાથી બાંધેલો હોય કે ન હોય આ અનમોલ સંબંધ દિલ થી જરૂર બંધાયેલો હોય છે અને ભાઈ બહેનનો સંબંધ મિશ્રી જેવો મીઠો તેમજ મખમલ જેવો મુલાયમ હોય છે ત્યારે ભાઈ બહેનના આ પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર દેશ દુનિયામાં આજે ભાઈ બહેનનું પ્રતીક એવી રાખીનું બંધન એટલે કે બહેન ભાઈની કલાઈમાં રાખી બાંધી આ પવિત્ર દિવસે ભાઈનું મોઢું મીઠું કરાવી બળેવની ઉજવણી કરવામાં આવતી હોય રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં પણ આ પવિત્ર દિવસની દિલથી ઉજવણી કરાઈ હતી.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
