News of Monday, 19th August 2024
રાજપીપળા પાસેના ભદામ ગામથી રૂ. 25 હજારની સ્પ્લેન્ડર મોટર સાઇકલ ની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદાના ભદામ ટેકરા નવીનગરી લાછરસ રોડ પરથી બાઈકની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષભાઈ અરવિંદભાઈ વસાવા( રહે.ભદામ ટેકરા નવીનગરી લાછરસ રોડ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેનો રજી.નંબર GJ-22-J 2140 કાળા કલરની જેની અંદાજીત કિં.રૂપિયા ૨૫. ૦૦૦ ગઈ તા. ૦૨/૦૮/૨૦૨૪ ના રાત થી તા-૦૩/૦૮/ ૨૦૨૪ સવારના કોઈ પણ સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર શખ્શ સ્ટેયરિંગ લોક તોડી ચોરી કરી લઈ ગયેલ હોય રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
