<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ડેડીયાપાડા પોલીસે બે ગામોમાં જુગાર પર રેડ કરી મુદ્દામાલ પકડી કુલ 15 જુગારીયાઓ વિરૂદ્ધ ગુના નોંધ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસે બે અલગ અલગ ગામોમાં ચાલતા જુગાર ઉપર છાપો મારી મુદ્દામાલ જપ્ત કરી કુલ પંદર વિરૂદ્ધ ગુના દાખલ કર્યા છે
 મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે કેલ બાબદા ગામમાં ચાલતા જુગાર પર રેડ કરી ત્યાં મુકેશભાઈ મેલસીંગભાઇ વસાવાના ઘર આગળ હારજીતનો જુગાર રમી રમાડતા છ લોકોને ઝડપી રેઇડ દરમ્યાન ચાલુ દાવના રોકડા રૂપીયા ૭૮૦ તથા પકડાયેલ ૦૬ જુગારીની અંગઝડતીમાથી રોકડા રૂ. ૧.૭૮૦-મળી કુલ રોકડા રૂ.૨.૫૬૦- તથા જુગારના સાધનો સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી રેડ ડેડીયાપાડા તાલુકાના લાડવા ગામમાં કરી ત્યાં ગામમાં રહેતા ઉમરજીભાઇ દમણીયાભાઈ વસાવાના ઘર પાછળ ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા નવ જુગારીઓ પૈકી પકડાયેલા બે શખ્સોને ચાલુ દાવના રોકડા રૂપીયા ૯૬૦ તથા અંગઝડતીમાંથી રોકડા રૂપીયા.૧૨૪૦ મળી કુલ રોકડા રૂ.૨૨૦૦ સાથે બે ઈસમો ને ઝડપી લીધા હતા જ્યારે જુગાર રમતા બીજા સાત શખ્સો પોલીસ જોઈ નાશી જતા તેમને શોધવા ચક્રો ગતિમાન કરી ગુનો દાખલ કર્યો છે.


 

(10:43 PM IST)