News of Monday, 19th August 2024
સુરતના લિંબાયતમાં આવેલા રૂક્ષ્મણીનગરમાં યુવાનની હત્યા
હત્યાના પગલે આક્રોશમાં આવેલા સ્થાનિકોએ લિંબાયત પોલીસ સ્ટેશન નજીક ઘેરાવ કર્યો

સુરતના લિંબાયતમાં આવેલા રૂક્ષ્મણીનગરમાં યુવાનની હત્યા થઈ છે. હત્યા અંગે સામે આવેલ પ્રાથમિક માહિતી અનુસાર રોહન નામના યુવાનના ગળાના ભાગે દિપક નામના યુવાને ચપ્પુનો ઘા માર્યો હતો. હત્યાના પગલે આક્રોશમાં આવેલા સ્થાનિકોએ લિંબાયત પોલીસ સ્ટેશન નજીક ઘેરાવ કર્યો હતો. બનાવની જાણ થતા, સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા ઘટના સ્થળે પહોચ્યાં હતા. જ્યા આક્રોશમાં આવેલ સ્થાનિકોએ આક્ષેપ કરતા હતું કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી અસમાજીક તત્વોએ માઝા મૂકી છે. પોલીસને બધી જાણ હોવા છતા કોઈ પગલાં ભરતી નથી.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
