News of Monday, 19th August 2024
ગાંધીનગર: મહિલાના નામના કુરિયરમાથી ડ્રગ્સ નીકળ્યું હોવાનું કહી રૂ. 60 લાખ પડાવનારો પટનામાંથી ઝડપાયો
ગાંધીનગર સાયબર પોલીસની ટીમ વેશ પલટો કરી પટના પહોચીને આરોપીને દબોચી લીધો

ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે 60 લાખ રૂપિયાની કરાયેલી છેતરપિંડીનો આરોપી બિહારના પટનાથી ઝડપાયો છે. મહિલાના નામના કુરિયરમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને સીબીઆઈના નામે મહિલા સાથે વાત કરીને રૂપિયા 60 લાખ પડાવી લીધા હતા.
આ અંગેની ફરિયાદ ગાંધીનગર સાયબર ક્રાઈમમાં થઈ હતી. ગાંધીનગર સાઈબર ક્રાઈમે પગેરુ મેળવતા આરોપીના સગડ બિહારના પટનામાં જણાયા હતા. ગાંધીનગર સાયબર પોલીસની ટીમ વેશ પલટો કરી પટના પહોચીને આરોપીને દબોચી લીધો હતો
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
