News of Wednesday, 21st August 2024
વિધાનસભા સત્ર પ્રારંભઃ સંઘર્ષના ઓછાયાઃ લોખંડી બંદોબસ્ત
પ્રથમ દિવસે પ્રારંભે મૃતક સભ્યોને શ્રધ્ધાંજલીઃ સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ વરસાદથી ખેતીને થયેલ નુકશાનનો મુદો ઉઠાવ્યો

રાજકોટ તા. ર૦ :.. ગુજરાત વિધાનસભાના ૩ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારને ભીડવવાની તૈયારી કરી છે. સરકાર સામે રાજકોટના અગ્નિકાંડ સહિતના વિવિધ મુદે ઉગ્ર દેખાવની સંભાવનાના પગલે વિધાનસભા ભવન આસપાસ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે પ્રથમ દિવસે બપોરે ગૃહના પ્રારંભે ગૃહમાં પ્રતિનિધીત્વ કરી ચૂકેલા મૃતક ધારાસભ્યોને શ્રધ્ધાંજલી અર્પવાના શોક ઠરાવ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ ધારાસભ્યો તાકિદની બાબતો અંગે ઉઠાવેલ સવાલ પર ચર્ચા થશે. ૩ દિવસમાં ગૃહમાં પાંચ વિધર્મયકો રજૂ થશે.
ગુજરાતના પૂર્વ રાજયપાલ સ્વ. ડો. કમલાજી બેનીવાલ, ગુજરાતના પૂર્વે રાજયકક્ષાના મંત્રી સ્વ. શ્રી બિપીનભાઇ ઇશ્વરભાઇ શાહ તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. શ્રી શિવભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહજી ગોહીલ, સ્વ. શ્રી રત્નાભાઇ મનજીભાઇ ઠુંમર, સ્વ. શ્રી રામસિંહજી રૂપસિંહજી સોલંકી, સ્વ. શ્રી નંદકિશોર ત્રંબકલાલ દવે, સ્વ. શ્રી ખુરશીદહૈદર અબ્દુલમુતલીબ પીરઝાદા, સ્વ. શ્રી સામતભાઇ આલાભાઇ રાઠોડ અને સ્વ. કરશનભાઇ દુલાભાઇ ઓડેદરાના અવસાન અંગેના શોકદર્શક ઉઠાવો રજૂ કરવામાં આવ્યા છે.
સભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલિયા (દેવાભાઇ માલમ, અરવિંદભાઇ લાડાણી, અને અર્જુનભાઇ મોઢવાડીયા) એ તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ વગેરે જિલ્લાઓમાં કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયેલ છે. તેના પરિણામે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાયેલ છ.ે આથી ખેડૂતોમાં ફેલાયેલ ચિંતાની લાગણી દૂર કરવા સર્વેની કામગીરી તાત્કાલીક હાથ પર લઇ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા રાજય સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલાં અંગે પ્રશ્ન પૂછયો છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
