<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

આગામી 3 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના :સોરાષ્ટ્રમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શકયતા

અમદાવાદ : રાજ્યમાં લાંબા વિરામ બાદ ગઈકાલે મેઘરાજાની ફરી પધરામણી થઇ હતી, અનેક જિલ્લામાં મેઘમહેર થઇ હતી, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, અલબત્ત અમુક તાલુકા સિવાય ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી 

આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરેલા આગાહીના નોટિફિકેશન મુજબ આગામી 3 કલાકમાં ભરૂચ, નર્મદા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ સોરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(11:32 AM IST)