News of Wednesday, 21st August 2024
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર : સૌથી વધુ ડાંગ-આહ્વામાં 3.66 ઈંચ વરસાદ ખાબક્યો
3 તાલુકામાં 3 ઈંચથી વધુ, 11 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 25 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજયમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ કુલ 3 તાલુકામાં 3 ઈંચથી વધુ, 11 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 25 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહ્વામાં 3.66 ઈંચ, ચીખલીમાં 3 ઈંચથી વધુ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.63 ઈંચ, નાંદોદમાં 2.4 ઈંચ, ગારિયાધારમાં 2.4 ઈંચ, છોટા ઉદેપુરમાં 2.28 ઈંચ, જેતપુર પાવીમાં 2.28 ઈંચ, ભરૂચમાં 2.08 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ અને ગળતેશ્વરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 87 તાલુકામાં પણ સામાન્યથી 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ સોરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
