<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સુરતમાં પિતાએ મોબાઇલ ઓછો વાપરવાનું કહેતા 22 વર્ષીય દીકરીએ ઝેરી દવા ગટગટાવી જીવ દીધો

માઠું લાગતા યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું

સુરતનાં કામરેજમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે યુવતીને કહેતા માઠું લાગતા યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

   સુરતનાં કામરેજ ખાતે સુદર્શન સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતી મોબાઈલનો અતિશય ઉપયોગ કરતી હોવાનું પરિવારજનોનાં ધ્યાને આવ્યું હતું. જે બાદ પરિવારજનો દ્વારા યુવતીને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહ્યું હતું. જેને લઈ યુવતીને માઠું લાગતા યુવતીએ ઘઉંમાં નાંખવાની દવા પી લીધી હતી. 

  યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ યુવતીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતક યુવતીનું નામ તૃપ્તિકુમારી જયસુખભાઈ પાધડાળ હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરતમાં પરિવારને વ્હાલસોયી દીકરીનું અચાનક જ અવસાન થતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર બાબતે કામરેજ પોલીસે યુવતીની લાશને પીએમ અર્થે મોકલી હતી

(1:39 PM IST)